મોરબી : તસ્કરો રાજ વચ્ચે જિલ્લા કોંગ્રેસ મેદાને ! ગાંધીનગર લખી નાખ્યો પત્ર

Advertisement
Advertisement

મોરબી : તસ્કરો રાજ વચ્ચે જિલ્લા કોંગ્રેસ મેદાને ! ગાંધીનગર લખી નાખ્યો પત્ર

મોરબી જીલ્લામાં વધતી ગુનાખોરી મામલે કોંગ્રેસ પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે જીલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે તસ્કરો અને અસામાજિક તત્વો પડકાર ફેંકતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હોવાના આક્ષેપ કરીને તાકીદે પગલા ભરવા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ગૃહમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ ચુંટણી આચારસંહિતા લાગુ છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ મોરબી જીલ્લામાં પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેવી ૨૪ કલાકમાં બનેલી ચાર ઘટનાઓ પછી પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે મોરબીના સ્ટેશન રોડ પર એસટી બસમાં અજાણ્યા ઇસમેં ધોકા ફટકાર્યા તેવો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થયો હતો નવાડેલા રોડ પર વેપારીના એકટીવાની ડેકીમાંથી રૂ ૧.૬૦ લાખ ધોળે દિવસે ચોરી થયા

મોરબી સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી ધોળે દિવસે બાઈક ચોરી થઇ જે ઘટના સીસીટીવી કેમેરામાં કેડ છે તેમજ ત્રાજપર ચોકડી પાસે છ દુકાનના તાળા તૂટ્યા છે આમ ચોરી અને અસામાજિક તત્વોના આતંકના ચાર બનાવો બન્યા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેથી મોરબી જીલ્લામાં ફરિયાદો લેવામાં આવે અને ગુનેગારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે