સિલીકોસીસ પીડીત સંઘ, મોરબી એ સિલિકોસીસ પીડિતો માટે કામ કરતું એક સંગઠન છે.
આજે ૭ એપ્રીલે સમગ્ર વીશ્વમાં ૭૬મો વીશ્વ આરોગ્ય દીવસ તરીકે મનાવાઇ રહ્યો છે. વીશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષની ઉજવણી માટે જે વીષય પસંદ કરાયો છે તે છે – “મારું આરોગ્ય, મારો અધીકાર”.
ત્યારે જાહેર આરોગ્યને લઈને પણ સિલિકોસીસ પી દ્વારા મોરબીના હાઉસિંગ બોર્ડ સર્કલ પાસે સિલિકોસીસ પીડીત સંઘના બેનર હેઠળ જાહેર જાગૃતિ કાર્યક્ર્મ કર્યો. તેમાં 25 સિલિકોસીસ પીડીતો હાજર રહીને સર્કલે આરોગ્યલક્ષી પ્લે કાર્ડ પકડીને જાહેર આરોગ્ય વિશે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
અન્યમાં સિલિકોસીસ પીડીત સંઘ દ્વારા કહેવામાં આવ્યું કે મોરબીમાં કામદારો સીલીકોસીસ અને બીજા વ્યવસાય જન્ય રોગોનો ભોગ બને છે અને સારવારમાં ખીસ્સાના લાખો ખર્ચી નાખે છે અને કુટુંબ પ્રમાણીક પણે મહેનત મજુરી કરવા છતાં ગરીબીમાં ધકેલાય જાય છે. માત્ર કામદારો જ નહી જાહેર જનતા પણ કેંસર અને બીજી અનેક બીમારીઓમાં ખીસ્સા ખાલી કરે છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા એટલી નબળી છે કે એ માત્ર ગરીબો માટે જ હોય તેમ જણાય છે અને ગરીબો પણ ન છુટકે જતા હોય છે. ખાનગી આરોગ્ય સેવાઓના ભાવ અને ગુણવત્તા પર સરકારનું કોઇ નીયંત્રણ નથી. દવાઓના ભાવ, દવાઓનું ઉત્પાદન, દવાઓની ગુણવત્તા એક મોટો સવાલ છે અને સરકારો આ બાબતે કોઇ ખાતરી આપતી નથી. સરકારી તેમજ ઇ એસ આઇના દવાખાના અને હોસ્પીટલોમાં તબીબોની જગ્યાઓ લાંબા સમય સુધી પુરાતી નથી. સીટી સ્કેન જેવી મોંઘી સુવીધા માટે ખાનગીમાં જવું પડે છે. સરકારે આરોગ્ય સુવીધા માટે બજેટમાં વધુ નાણાંની જોગવાઇ કરવાની જરુર છે. સ્વચ્છ પીવાનું પાણી અને શ્વાસ લેવા શુધ્ધ હવા તે આરોગ્ય જાળવવાના અગત્યના પરીબળ છે. આપણે તેનું ધ્યાન રાખી વીકાસનું આયોજન કરવું પડશે. લોકશાહીમાં નાગરીકો સક્રીયતા હોય તો જ ઈચ્છીત પરીણામ મળે.