વાંકાનેર ના એક્સિસ બેન્ક નજીક આઈ પી એલ ના મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસે શહેરની એક્સિસ બેન્ક નજીક IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે શહેરની એક્સીસ બેન્ક નજીક આઇપીએલ ક્રિકેટ મેચમાં લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઈટન ટીમ વચ્ચે ચાલતી મેચ ઉપર મોબાઈલ ફોનમાં હારજીતનો જુગાર રમી રહેલા આરોપી ઇકબાલ અશરફભાઈ ચૌહાણ અને જુબેર અબ્દુલકરીમભાઈ બોરડીવાલાને 8870 રોકડા તેમજ 5000નો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 13,870ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.