વાંકાનેર ના જીનપરા જકાતનાકા નજીકથી સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીક બાતમીને આધારે વોચ ગોઠવી આરોપી રાહુલ ભુપતભાઇ ગાબુ ઉ.24 રહે.સાલખડા તા.ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર નામના શખ્સને સ્વીફ્ટ કાર નંબર જીજે – 03 – 7153 વાળીમાં 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7000 સાથે ઝડપી લઈ રૂપિયા 1.50 લાખની કાર સહિત 1.57લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.