જુનાગઢ થી કબરાઉ જઈ રહેલ સ્વીફ્ટ કાર ને મોરબીના ભરતનગર નજીક ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ બે દિવસ પૂર્વે મોરબીના ભરતનગર નજીક જૂનાગઢથી કબરાઉધામ જઈ રહેલા નારણભાઇ રાજાભાઈ ભેડાની સ્વીફ્ટ કારને પાછળથી આવતા જીજે – 10 – ટીવાય – 3089 નંબરના ટ્રક ચાલકે ઠોકર મારતા કાર આગળ જતા ટ્રકના ઘુસી ગઈ હતી. આ અકસ્માતને કારણે કારમાં બેઠેલા નારણભાઇ અને તેમના પત્ની સોનલબેનને વધુ ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ લોકોને નાના મોટી ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.