અમદાવાદ કચ્છ હાઇવે પર હળવદ તરફથી માળીયા તરફ જતા ટાટા ટ્રક ટ્રેલર માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો આવતો હોય તેવી બાતમી મોરબી એલસીબી ને મળી હોય ત્યારે એલસીબી ટીમ દ્વારા વોચ ગોઠવી ટ્રક આવતો જોઈ તેને અટકાવી તેની તપાસ કરતા ટ્રક ટ્રેલર માંથી આશરે પોણા કરોડ જેટલી કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે હાલ એલ.સી.બી એ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. ઉપરાંત આ માલ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તે બાબતે તેમજ આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ કચ્છ હાઇવે ઉપર હળવદ તરફથી માળીયા તરફ જતા ટાટા ટ્રક ટ્રેઇલર નંબર-RJ-52-GA-4919માંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બિયરનો જંગી જથ્થો પકડી પાડી આરોપી મોહિન્દરસીંગ રશલસીંગ રહે.ફતેહપુર પ્રાયમરી સ્કુલ પાસે શેખાન પોસ્ટ રણવીરસીંગ પોરા જી.જમ્મુ (જમ્મુ – કાશ્મીર) વાળાને ઝડપી લીધો હતો.જયારે આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી અરમેશબાબુ રહે.ઉતરપ્રદેશ, બીટુભાઇ રહે. પંજાબ તથા માલ મંગાવનાર શખ્સના નામ ખોલાવી તમામ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
વધુમાં એલસીબી ટીમે આરોપીના કબ્જામાંથી રોયલ સ્ટગ બેરલ સીલેકટ વ્હીસ્કીની 2280 બોટલો કિંમત રૂપિયા 9,12,000, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 4500 બોટલો કિંમત રૂપિયા 23.44 લાખ, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1068 બોટલ કિંમત રૂપિયા 3,20,400, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1176 બોટલો કિંમત રૂપિયા 2,64,600, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 4800 બોટલ કિંમત રૂપિયા 4.80 લાખ, મેકડોલ નંબર-1 ડીલક્ષ વ્હીસ્કીની 3576 બોટલો કિંમત રૂપિયા 13.41 લાખ, મેકડોલ નંબર-1 કલેકશન વ્હીસ્કીની 6000 બોટલો કિંમત રૂપિયા 6 લાખ, સીગ્નેચર પ્રીમીયમ સ્મુથ એન્ડ ક્રીમી વ્હીસ્કીની 420 બોટલો કિંમત રૂપિયા 3,44,400, ટયુબર્ગ સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના 6720 ટીન કિંમત રૂપિયા 6,72,000 સહિત 72,74,400 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 1,07,92,790નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.