મુનનગર ચોકમાં IPLના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો.

Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મૂન નગર ચોકમાં ક્રિકેટ મેચ પર સટો રમતા એક શખ્સને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુનનગર ચોકમાંથી આરોપી નિકુંજ પ્રફુલભાઈ દેત્રોજા રહે.નવયુગ સ્કૂલ પાછળ, યદુનંદન સોસાયટી વાળાને આઇપીએલ ક્રિકેટ મેચમાં ચેન્નઈ સુપર કિંગ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ફોન ઉપર વાતચીત કરી કપાત કરાવી સોદા કરતા ઝડપી લઈ રોકડા રૂપિયા 740 તેમજ 5500 રૂપિયાના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી