ટંકારા ખાતે આવેલા ફુલિયા હનુમાનજી મંદિરે જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગથી રઘુવંશી યુવક મંડળ ટંકારા દ્વારા ફ્રી મેડીકલ નિદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ છે. કેમ્પ તા. ૭ મી એપ્રિલ રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે. કેમ્પમા નામાંકિત ડોક્ટરો સેવા આપવાના હોય લોકોએ લાભ લેવા આયોજકો એ અનુરોધ કર્યો છે.

ટંંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર દેરીનાકા રોડ પર ફુલિયા હનુમાનજી મંદિર ખાતે રઘુવંશી યુવક મંડળ ટંકારા દ્રારા ૭ મી એપ્રિલ રવિવારે તદ્દન નિઃશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરાયુ છે. નિદાન માટે આવનાર વ્યક્તિએ ઓપીડી, બલ્ડસુગર, ઈસીજી નો કોઈ ચાર્જ ચુકવવા નથી ચેક અપ તદ્દન નિઃશુલ્ક છે. ઉપરાંત, મોઢા ના કેન્સર ની તપાસ તદ્દન મફત માત્ર બે મિનિટ મા કરી આપવામા આવનાર હોવાનુ આયોજન સમિતિના ભાવિન સેજપાલે જણાવ્યુ હતુ. નિદાન, જનરલ તપાસ અને નિદાન કરવા માટે નામાંકિત ડોક્ટરો ની ટીમ આવનાર હોય લોકોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.