વાંકાનેર ના જિનપરા જકાતનાકા નજીક આ કામના ફરિયાદીને ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ચા ના ચમચા વડે કપાળમાં ઘણા ઝીંકી દેતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને આરોપી કાળુભાઇ મોગલ, અકબર ફકીર અને એક અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ચા બનાવવાના ચમચા વડે કપાળમાં નેણ પાસે ઘા ઝીકી દેતા ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.