હાલ મુસ્લિમો ના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ સમાજમા રમજાન માસમા ઈબાદત નુ મહત્વ વધુ હોય છે. મુસ્લિમ બિરાદરો આખો દિવસ અન્ન પાણી વગર રોજા રાખીને ખુદાની બંદગી કરે છે અને મસ્જિદમા નમાજ તરાવીહ પડી ઈબાદત કરે છે. રમજાન માસ દરમિયાન વહેલી સવારથી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ ના રોજા ખોલે છે. રમજાન માસ મા મોરબીના ચાર વર્ષ ના બાળક મહંમદ રસીદ કાથરોટીયા એ રોજુ રાખી ખુદાની બંદગી કરી ઈમાનનુ સબુત પેસ કર્યુ હતુ.