
વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા ધોરણ 8 ના વિધાર્થીઓનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતા બાળકોને શાળા પરીવાર વતી શિક્ષકોએ ભાવભેર વિદાયમાન આપ્યુ હતુ.
વાંકાનેર તાલુકાના રાણેકપર સરકારી પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિધાર્થીઓનો પ્રાથમિક કક્ષાનો અભ્યાસ પૂર્ણ થતા તેઓને શાળાના શિક્ષકોએ ભાવભેર વિદાયમાન કાર્યક્રમ દિક્ષાંત સમારોહ રૂપે યોજી વિદાય આપી હતી. અહીયા અભ્યાસ કરતા બાળકોને શાળામાંથી વિદાય લઈ પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ કરવા શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે, નાના ભૂલકાંઓએ ગીત, ડાન્સ અને વક્તવ્ય રજુ કરી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યુ હતુ. શાળા પરીવાર વતી તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. બાળકોએ પણ શાળાનુ ઋણ ચૂકવવા શાળાને અલગ અલગ પ્રકારના માઈક આપી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અંતે, શિક્ષકોએ બાળકોને શિખંડપુરી ના ભાવતા ભોજન કરાવી વિદાય કર્યા હતા.