મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના દાઉદી પ્લોટ ખાતે આવેલ એક એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના દાઉદીપ્લોટમા આવેલ ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શાબુંદીનભાઈ રહેમતુલાભાઈ સુરાણી અને મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણીને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7000 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.