મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની રચના : પ્રમુખ તરીકે વિજય કોટડીયાની વરણી

Advertisement
Advertisement

મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિ દ્વારા ઠરાવ કરી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે રાજપર ગામના વિજયભાઈ નારણભાઈ કોટડીયાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે અમરશીભાઈ સીદાભાઈ મકવાણા, હરખાભાઈ નાનજીભાઈ વડરૂકિયા, હિતેશભાઈ રામજીભાઈ કાચરોલા, ગૌરવભાઈ બચુભાઈ સરસાવડીયા, મનિષભાઈ ભુદરભાઈ ભીલા, રામસીંગ અલીયાજી ઝાલા, લલીતભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા, મહેશભાઈ મગનભાઈ કાલરીયા, રવજીભાઈ વાઘજીભાઈ કાલરીયા, અલ્પેશભાઈ લાલજીભાઈ અઘારા, મહામંત્રી તરીકે વિનોદભાઈ લાલજીભાઈ ચૌહાણ, રાજેશભાઈ પોપટભાઈ પરસાડીયા, યોગેશભાઈ ભીમજીભાઈ અમૃતિયા, રજનીકાંત રામજીભાઈ શીરવી, ધીરજલાલ બચુભાઈ કવાડિયા, નવઘણભાઈ ચકુભાઈ પરમાર, વાસુદેવભાઈ ધનજીભાઈ કલોલા, મિલન દયારામભાઈ સોરીયા, મહેશભાઈ દેવરાજભાઈ ભીતની નિમણૂક કરાઈ છે.

સહમંત્રી તરીકે કેશવજીભાઈ કાળાભાઈ રાઠોડ, કારૂભાઈ વાસાભાઈ બાંભવા, કેશવજીભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા, જયેશભાઈ રાઘવજીભાઈ પરેચા, મંત્રી તરીકે મનુભાઈ કાળાભાઈ કોયચા, ભરતભાઈ વાલજીભાઈ દેગામા, દિનેશભાઈ બેચરભાઈ ડારા, વૃજલાલ ૫૨સોતમભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ ધનજીભાઈ વરાણીયા, લાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ, કારોબારી સભ્ય તરીકે મગનભાઈ હરખાભાઈ કંડીયા, હરદાસભાઈ મનજીભાઈ ટેટીયા, પ્રાણજીવનભાઈ ભાણજીભાઈ વીડજા, પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે.