ટંકારા પોલીસ મથક માં બોલેરો ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને બનાસકાંઠા જિલ્લાના દાતા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ બોલેરો ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપી અર્જુનસિંહ ગુલાબસિંહ રાજપૂત રહે.ડેડૂસર, બાડમેર, રાજસ્થાન વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દાતા પોલીસ મથક વિસ્તારમાં ચેકડેમ બનાવવાની સાઇટ ઉપર હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.