મોરબીના વાવડી રોડ પર બે પત્તા પ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમી રહેલ બે જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રણછોડ મોતીભાઈ બાંભવા અને હીરાભાઈ નારણભાઇ બાંભવાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 16000 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.