ફેક્ટરી બહાર કાગળ ઓઢી સુતેલા યુવાન પર ડમ્પર ચડી જતા મોતસુતેલા યુવાન પર ડમ્પર ચડી જતા મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સીરામીક ફેક્ટરી બહાર કાગળ ઓઢી સુતેલા 18 વર્ષીય યુવાન પર લોડર ચડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે લોડર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાય છે.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ ઓરોઝોન સિરામિક ફેકટરીમાં નાઈટ શિફ્ટમાં કામ પૂરું કરી મુનેશભાઈ ઉર્ફે મુકેશભાઈ લાલરામભાઈ રવિદાસ ઉ.18 નામનો યુવાન કારખાના બહાર કાગળ ઓઢીને સૂતો હતો ત્યારે જીજે – 36 – એસ – 1952 નંબરના લોડર ચાલકે બેદરકારીથી લોડર ચલાવી મુનેશભાઈ ઉપર લોડર ચલાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મુનેશભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પિતાએ લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.