રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં બોલવામાં આવેલ શબ્દોથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ જોર સોર થી પરસોતમ રૂપાલા નો વિરોધ થઈ રહ્યો છે. તારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વવાણીયા ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટેની માંગ કરવામાં આવે છે. ઉપરાંત જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ્દ નહિ થઈ ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ એ વવાણીયા ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા ડિજિટલ બેનર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.. ઉપરાંત ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.