નવા ડેલા રોડ પર આઇપીએલના મેચ પર સટો રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી ના નવા ડેલા રોડ પર આઇપીએલના મેચ પર છઠ્ઠો રમી રહેલ બે ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ ઉપરથી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહેલા આરોપી અતુલ રાઘવજીભાઈ કુંડારીયા અને વિશાલ દેવદાનભાઈ ડાંગરને રનફેરનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1500 તેમજ સેમસંગ ફોલ્ડ 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ રૂપિયા 31,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.