યમુના નગર સોસાયટી માંથી જુગાર રમતી મહિલાઓની ટોળકી ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબીના યમુના નગર વિસ્તારમાં તીન પત્તી નો જુગાર રમતા ચાર મહિલાઓની ટોળકીને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરોધ જુગારઘારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના યમુનાનગર શેરી નંબર 3માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિની મોજ માણી રહેલ આરોપી અંજુબેન લીલમદાસ રામાનુજ, જરીનાબેન સલીમભાઈ સુમરા, જયશ્રીબેન દિલીપભાઈ સારલા અને લીલાબેન દેવજીભાઈ માલકીયાને રોકડા રૂપિયા 3080 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.