મોરબીના સર્કિટ હાઉસ નજીકથી વિદેશી દારૂની 10 બોટલ ઝડપાઇ

Advertisement
Advertisement

મોરબી એલસીબી એ સર્કિટ હાઉસ સામે આવેલ મફતીયા પરામાંથી આ કામના આરોપી પાસેથી વિદેશી દારૂની 10 જેટલી બોટલો ઝડપી પાડવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ટીમે સર્કિટ હાઉસ સામે મફતિયાપરામાંથી આરોપી નિલેશ પ્રકાશભાઈ જોબનપુત્રાને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 9850 તેમજ 5000ની કિંમતનો મોબાઈલ મળી 14,850ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપી વસીમ યુનુસભાઈ પલેજાની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવી યુનુસને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.