
ટંકારા તાલુકાના ઓટાળા ગામેથી પસાર થતી બંગાવડી નદી મા નહાવા પડેલો યુવક અકસ્માતે ઉંડા પાણીમા ડુબી જતા ગામડાના યુવકનુ મોત નિપજ્યુ હતુ. ટંકારા પોલીસને બનાવ ની જાણ થતા ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામ નો ભરત રઘુભાઈ છીપરીયા (ઉ.વ.૩૭) નજીક મા આવેલી બંગાવડી નદીમા નહાવા માટે ગયો હતો. નહાતી વખતે અકસ્માતે ઉંડા પાણીમા પગ લપસી જતા ગરક થઈ જતા ડુબવા લાગ્યો હતો. બચાવવા હવાતીયા માર્યા હોય પરંતુ આસપાસ કોઈ ન હોય જાતે બહાર નિકળવા અનેક પ્રયાસો કરવા છતાં નિકળી શકયો નહોતો. અને પાણીમા ડુબીને મોતને ભેટયા હતા. નદી મા નહાવાની ઘેલછામા મોતને ભેટેલા યુવાનના મોત થી ગામડામા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસને બનાવની જાણ થતા ઘટનાની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.