લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે ટંકારાના શખ્સને હાઈવે પર થી દબોચી લીધો.

Advertisement
Advertisement
મોરબી એલસીબી પોલીસ ટીમ હાઈવે પર પેટ્રોલીંગમા હતી એ દરમિયાન ટંકારા હાઈવે પરથી પસાર થતી વખતે એક ઈસમ શંકાસ્પદ હાલતમા જણાતા પોલીસે તેને અટકાવી તલાસી લેતા તેના કબ્જા માથી દેશી બનાવટની લોખંડ ની મેગ્જીન વાળી પિસ્તોલ મળી આવતા પોલીસે તેને ગેરકાયદેસર ઘાતક હથિયાર રાખવા સબબ હિરાસતમાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોરબી થી ટંકારા હાઈવે પર પેટ્રોલીંગ મા નિકળ્યા હતા. એ દરમિયાન ટંકારા ખિજડીયા ચોકડી પાસે આવેલી સમા હોટલ પાસે હાઈવે કાંઠે ઉભેલા ટંંકારાના pwD ના મકાન પાછળ રહેતો રજાક ઉર્ફે કલુ હસન મકવાણા ઘાંચી નામનો શખ્સ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તલાસી લેતા કલુ ના કબ્જા માથી દેશી બનાવટની લોખંડ ની મેગ્જીન વાળી પિસ્તોલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. અને ગેરકાયદેસર ઘાતક હથિયાર (સાધન) મળી આવતા એલસીબીએ ટંકારાના શખ્સને હિરાસતમા લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.