આ કામના ફરિયાદીને આરોપીએ સ્વીફ્ટ કારથી ટક્કર મારી જાણી જોઈ અકસ્માત કર્યો હોય બાદ “એટ્રોસિટી નો કેસ પાછો ખેંચી લે નહીં તો સાવ ગાડી માથે ચડાવી દઈશ”કહી ધમકી આપી હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે શૈલેશભાઈ હરીભાઈ સોલંકીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.26ના રોજ રાત્રીના સમયે આરોપી સબીર હારુનભાઈ કટીયા, રહે. જુના દેવળીયા ગામ, મફતીયાપરા વાળો સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને ધસી આવ્યો હતો અને શૈલેષભાઇના બાઈક સાથે કાર અથડાવી પાડી દઈ ડાબા હાથમા કોણી પાસે તથા ડાબા પડખામાં મુઢ ઈજાઓ કરી મારી નાખવાની કોશીષ કરી હોવાનું તેમજ શૈલેષભાઈને જાતી વિષે અપમાન જનક સંબોધન કરી “એટ્રોસીટી નો કેસ પાછો ખેચી લે જે નહીતર હવે માથે ગાડી ચડાવી જાનથી મારી નાખીશ તેવી ધાક-ધમકી આપી નાસી ગયો હતો. બનાવ અંગે શૈલેષભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.