મોરબીના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને ટેલીફોનીક માધ્યમથી ધમકી આપતા આ કામના આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઇ નટુભાઇ સારેસા ઉ.36 નામના યુવાનને આરોપી મનીષાબેન મનુભાઇ ચાવડા રહે. પીપળા,તા ધ્રાંગધ્રા, જી સુરેન્દૃનગર, અનિતાબને વાલજીભાઇ પરમાર અને વાલજીભાઇ પરમાર રહે બન્ને ગામ સાપકડા, તા.હળવદ વાળાએ ટેલિફોનિક ધમકી આપી જાનથી મારી નાખવા અવાર-નવાર ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અરજીના આધારે ગુન્હો નોંધાયો છે.