ચો તરફ કોંક્રિટના મકાનો ખડકાતા ઘરેલુ પક્ષીઓના આશિયાના છીનવાતા મજલા વાળા માળા બનાવી વિતરણ કરાયા.

ટંકારા ના નાનકડા ભૂતકોટડા ગામે આવેલી પ્રાથમિક શાળા ના શિક્ષિકા એ પક્ષી પ્રેમી ની મદદથી ચકલી માટે વર્તમાન યુગ અનુરૂપ ફ્લેટ સિસ્ટમ પ્રમાણે ચકલીઓ ના આશિયાના હાઈરાઈઝ સ્પેરો હાઈટ્સ બનાવી શહેરોથી માંડીને ગામડા મા પણ હવે હરીયાળુ વાતાવરણ કોંક્રિટ ના જંગલ મા પરિવર્તિત થવા લાગતા પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે ચકલી ને બચાવવા સરાહનીય પ્રયાસ કર્યો હતો. સ્પેરો હાઈટ્સ (ચકલી નો માળો) મા ચકલી મુક્ત મને કુદરતના ખોળે કિલ્લોલ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.


પક્ષીઓમા સૌથી નાનુ પક્ષી ગણાતુ અને ઘર આંગણે કુદરતી રીતે વસવાટ કરતી ચકલીઓ હવે વર્તમાન સમયમા દરેક ઘર સિમેન્ટ ના બની જતા આંગણે કિલ્લોલ કરતા જોવા દુર્લભ બન્યા છે. શહેરથી માંડીને ગામડાઓમા પણ હવે હરીયાળુ વાતાવરણ કોંક્રિટ ના જંગલ મા પરિવર્તિત થઈ રહ્યા છે. પરીણામે આંગણે ખેલતા ઘરેલુ પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. આવનારી ભાવિ પેઢીના બાળકોને ચકલી સહિતના પક્ષીઓ કદાચ તસવીરોમા જોવા મળે તો નવાઈ નહીં એવી કલ્પનાથી ચિંતિત થઈ ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા એ ટંકારાના પક્ષી પ્રેમી જયેશભાઈ મનીપરા સમક્ષ આંગણા ની શોભા વધારતી ચકલી બચાવવા સમય અનુરૂપ ચકલીઓ ને પણ માળ વાળા માળા અને એ પણ તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવા કંઈક અલગ દૃષ્ટિકોણ થી વિચારવા ચર્ચા કરતા મનીપરાએ ફ્લેટ સિસ્ટમ ના લાકડાના સ્પેરો હાઈટ્સ મજલા વાળા માળા બનાવી આપતા ગામડાના શિક્ષક હસમુખભાઈ પરમાર સહિતના શિક્ષકો ઉપરાંત શાળાના ભૂલકાઓએ ચકલીઓ ના આશિયાના (માળા) મા રંગરોગાન, ચણ-પાણીના પાત્રો, હિંચકા, ડાળીઓ સહિતનુ સુશોભન કર્યુ હતુ. તૈયાર થયેલા સ્પેરો હાઈટ્સ નુ શાળાએથી નિઃશુલ્ક વિતરણ કરી લુપ્ત થતી જતી ચકલીઓ ને બચાવવા સરાહનીય સંદેશો પાઠવી શિક્ષકો ભાવી બાળકો ને શિક્ષણ આપવા સાથે સામાજીક અને જીવ માત્ર નુ કલ્યાણ કરવાનો સરાહનીય સંદેશો પાઠવ્યો હતો.