વાંકાનેર તાલુકાના ભલગામ ના બસ સ્ટેશન નજીકથી દેશી કટ્ટા સાથે એક ઈસમ ઝડપાયો.

Advertisement
Advertisement

મોરબી એલસીબી એ વાંકાનેર ના ભલગામ ગામના બસ સ્ટેશન પાસેથી એક ઈસમ ને દેશી કટ્ટા સાથે ઝડપી પાડ્યો છે ત્યારે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. સ્ટાફ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુના ભલગામ ગામના બસસ્ટેન્ડ પાસે રોડ ઉપરથી આરોપી નેકમામાદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી ઉવ-૬૬ રહે. વાંકાનેર મીલપ્લોટ, ફારૂકી મસ્જીદની પાછળ તા.વાંકાનેર જી. મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટનો દેશી કાળા કલરનો કટ્ટો નંગ-૦૧ સાથે મળી આવતા જેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયારાધારા હેઠળ ગુન્હો નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરેલ છે.