મોરબી શહેરમાં પિયર ધરાવતા પરિણીતા એ મોરબી મહિલા પોલીસ મથકમાં તેના સાસુ સસરા અને પતિ વિરુદ્ધ છેલ્લા 9 વર્ષથી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હોવાનો ગુનો નોંધાવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ફારુકી મસ્જિદ પાસે પિતાના ઘેર રહેતી રજીયાબેન પરવેઝભાઇ મોગલ ઉ.28નામની પરિણીતાને વર્ષ 2014થી પતિ પરવેઝભાઇ અબ્દુલભાઇ મોગલ, સસરા અબ્દુલભાઇ હુશેનભાઇ મોગલ અને સાસુ સાહીદાબેન અબ્દુલભાઇ મોગલ રહે.સમસુદીનના બંગલાની બાજુમા, બોરીચાવાસ મોરબી વાળાઓ દ્વારા ચારિત્ર્ય ઉપર શંકા કરી કરીયાવર બાબતે મેણાટોણા મારી, મારકુટ કરી શારીરીક અને માનસીક ત્રાસ આપવામાં આવતા રજિયાબેને મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ કેસમાં પીઆઇ પી.એચ.લગધીરકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.