મોરબી શહેરના સમગ્ર વિસ્તારમાં સર્કિટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કીટ હાઉસ પાછળ મહારાણા પ્રતાપ સોસાયટીના કોમ્યુનીટી હોલ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી પ્રવિણસિંહ હરૂભા વાઘેલા, મહિપાલસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, બીમલભાઇ ધીરેન્દ્રભાઇ મેઘાણી અને કમલેશભાઇ મણીલાલભાઇ મકવાણા નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 28,600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.