માટેલ રોડ પરથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એસઓજી ટીમે ઢુવા માટેલ રોડ ઉપર આવેલ એક કારખાના ના ખૂણા પાસેથી એક શખ્સને ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખેલ પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને સંયુકત રીતે બાતમી મળેલ કે, એક ઇસમ ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ઇટાલીકા કારખાના ના ખુણે આવેલ મુરધીવાળાના છાપરા પાસે ઉભેલ છે તેનુ નામ સમીર છે અને તેની પાસે એક ગેરકાયદેસરની પીસ્તોલ હથીયાર છે એ રીતેની મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ હથીયાર અંગેની કાર્યવાહિ કરતા સમીરભાઇ ખમીશાભાઈ કાતીયાર ઉવ.૩૦ રહે. રાજકોટ ભગવતીપરા જયપ્રકાશ નગર ભારત પાન વાળી શેરી રાજકોટ વાળો દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ કિં.રૂ.૧૦,૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.