ટંકારા ના ખીજડીયા નજીકથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમ ટંકારા ન ખીજડીયા ચોકડી નજીકથી એક શખ્સને હાથ બનાવટની લોખંડની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે ત્યારે આર્મ્સ એક્ટ હેઠળ તેમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ ચુંટણીને પગલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાની ખીજડીયા ચોકડી સમા હોટેલ પાસે આરોપી રજાક ઉર્ફે કલો હસન મકવાણા (ઉ.વ.૩૭) રહે ટંકારા વાળો ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની પિસ્તોલ સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી રજાક મકવાણાને ઝડપી લઈને દેશી હાથ બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજારનો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં હથિયાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.