મોરબીના માધાપર વિસ્તારમાં પાડોશીએ યુવકના પિતાને ગાળો આપી યુવકને છરીના ઘા ઝીંકીને ફરિયાદ નોંધાઇ

Advertisement
Advertisement

માધાપર માં રહેતા એક યુવકના પિતાને પાડોશીએ ગાળો આપી, તેમજ યુવકને છરીના ઘા ઝીંકી દેતા યુવકના ભાભી એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માધાપરમા રહેતા મનીષભાઈ શાંતિલાલ મારુ નામના માનસિક તકલીફ ધરાવતા યુવાનને પડોશમાં રહેતા આરોપી રાજુભાઇ સવાભાઈ પીપળીયા નામના શખ્સે ઉશ્કેરી મનીષભાઈના પિતાને ગાળો આપી બાદમાં મનિષભાઈને છરી ઝીકી દેતા બનાવ અંગે મનીષભાઈના ભાભી ગાયત્રીબેન વિશાલભાઈ મારુએ આરોપી રાજુ પીપળીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.