મોરબીના અયોધ્યા પૂરી મેઈન રોડ પરથી IPL ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તો અન્ય એક શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી શીવવિલા સોસાયટીમા રહેતા આરોપી વિનોદભાઈ ચકુભાઈ પટેલ (ઉ.વ.૪૨) એ અલ્ટ્રા ફાસ્ટ ક્રિકેટ લાઇન ઓનલાઇન એપ્લીકેશન મારફતે પંજાબ (PBKS) તથા દિલ્હી (DC) વચ્ચે ચાલતી આઈ.પી.એલ ની ૨૦-૨૦ ક્રિકેટ ઉપર આરોપી જીસાનભાઈ ચાનીયા રહે. મોરબીવાળા સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧,૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપી આરોપી વિનોદભાઈ ચકુભાઈ પટેલને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી જીસાનભાઈ ચાનીયા રહે. મોરબીવાળાને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ છે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.