મોરબીના વીસીપરાના ઇમામ ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓએ પોલીસે ઝડપી પાડયા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુન્હો નોંધી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ઇમામના ગેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મુસ્તફાભાઈ જુમાભાઈ પારેઘી (ઉ.વ.૨૫), હુસેનભાઇ ગફારભાઈ માલાણી (ઉ.વ.૩૦), અયુબભાઈ હુસેનભાઇ સખૈયા (ઉ.વ.૩૩), અખ્તરભાઈ ગુલમામદભાઈ ઢુંસા (ઉ.વ.૫૧) રહે ચારે વીસીપરા મોરબી તથા નજીરમામદ હુસેનભાઇ સંધવાણી (ઉ.વ.૫૧) રહે. સીતારામ કાંટા પાછળ ઈન્દિરાનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૬૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.