મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલ એક હોસ્પિટલના મેડિકલ સ્ટોર માંથી રૂપિયા 1,70,000/- ની ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાતા પોલીસ દ્વારા અજાણ્યા ચોરોને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયા સર્કલ નજીક ધ્યેય એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા દલવાડી ચોકડી વૃંદાવન સોસાયટીની સામે રહેતા વિમલભાઈ જેરામભાઈ બોડા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૦૩-૨૦૨૪ ના રાત્રીના અરસામાં અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીની ગોકુલ હોસ્પીટલ સાવસર પ્લોટમા ગેરકાયદેસર પ્રવેશ કરી ડોકટરની ઓફીસમાથી ચાવી મેળવી મેડીકલ સ્ટોરના દરવાજાનો લોક ખોલી આર્યા મેડીકલ સ્ટોરમા ગેરકાયદેસર પ્રવેશ કરી ટેબલના ખાનામા રાખેલ રોકડ રૂ.૧,૭૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયા હતા જેથી આ બનાવ અંગે ફરિયાદી વિમલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.