મોરબીના જેતપર રોડ પાવળીયારી કેનાલ નજીક દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય ત્યારે બાતમીના આધારે મોરબી એલસીબીએ ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક દેશી દારૂની હાટડી ખોલી ખુલ્લે આમ દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી અજીમ આમીનભાઇ ભટ્ટી, રહે.મોરબી વીશીપરા લાયન્સનગર આરકલી સોસાયટી અને જીતેન્દ્રભાઇ કેંલસીંગ કુંભાર, રહે.મોરબી પાવઢીયારી કેનાલ પાસે શોપીંગ મુળ ગામ-ટીકરીયાઝરણ, કુસંબી ફળીયા, તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને 300 કોથળી દારૂ, 5000 રોકડા, અને એક મોબાઈલ મળી 11,200ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. સાથે જ આરોપીઓએ દારૂના ધંધામાં આરોપી ઇકબાલ ગુલામભાઇ માણેક રહે.મોરબી વીશીપરા વાળાની સંડોવણી કબુલતા ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.