ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ ચોકડી નજીક કારખાના ની પારાપેટ પર બેઠેલો યુવક નીચે પડી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે લજાઈ ચોકડી પાસે આવેલ ક્રિએટીવ પેપર ટ્યુબ કારખાનામાં કામ કરતો સર્વેશભાઈ વિષ્ણુભાઈ ઉ.27 નામનો શ્રમિક કારખાનાની પારાપેટ ઉપર બેઠો ત્યારે શરીરનું સંતુલન ગુમાવી દેતા નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.