ઉષ્માપૂર્વક આવકાર બદલ ગ્રામજનો અને કાર્યકર્તાઓનો આભાર માનતા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા
સતત ત્રીજી વખત વિજેતા બનવા અને વિજયની હેટ્રિક કરવા જઈ રહેલા પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબી લોકસભાના લોકપ્રિય જાગૃત ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો માળિયા તાલુકાના 21 ગામ તથા મોરબી તાલુકાના 18 ગામોનો વીજળીવેગી ઝંઝાવાતી ભવ્ય સફળ એવો બે દિવસનો પ્રવાસ સંપન્ન કરી ચૂંટણી પ્રચારના નગારે ઘા દીધો છે..
વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીપદે બિરાજમાન કરવા દેશની જનતાએ મન બનાવી લીધું હોય તેમ ઉમેદવારશ્રીનું ગામેગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના-મોટા મતભેદો ભૂલી જઈ સમસ્ત ગ્રામજનોએ આગેવાનોને ઉમળકાભેર આવકાર્યા હતા અને મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારમાંથી 1,25,000 મતની સરસાઈ અપાવવાનો નિર્ધાર કર્યો હતો…
આ પ્રવાસમાં માનનીયશ્રી વિનોદભાઈ ચાવડાની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિ. પંચા. પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધી, પૂર્વમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શ્રી કે.એસ અમૃતિયા, શ્રી જેઠાભાઈ મિયાત્રા, શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, જિ. પંચા. ઉપપ્રમુખશ્રી શ્રી હીરાભાઈ ટમારીયા, જિલ્લા અગ્રણી શ્રી જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, વિધાનસભા સંયોજક શ્રી બાબુભાઈ હુંબલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી અશોકભાઈ ચાવડા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મણીભાઈ સરડવા, મહામંત્રી શ્રી મનીષભાઈ કાંજીયા, શ્રી અરજણભાઈ હુંબલ, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી બચુભા રાણા, મોરબી શહેર ભાજપ મહામંત્રી શ્રી રિષીપભાઈ કૈલા તથા શ્રી ભાવેશભાઈ કંઝારીયા, જિ. પંચા. તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ તથા અન્ય સંખ્યાબંધ કાર્યકર્તાઓ જોડાયા હતા..
ચૂંટણી પ્રવાસ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય સફળતા અપાવવા બદલ મોરબી ધારાસભ્યશ્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ તમામ કાર્યકર્તાઓનો તથા અભૂતપૂર્વ આવકાર આપવા બદલ ગ્રામજનોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.