મોરબીના રવાપર ના ગોલ્ડન માર્કેટ ખાતે યુવકે ઉછીના પૈસા પાછા માગતા બે શખ્સો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર રહેતા ચીરાગભાઇ શીવલાલભાઇ કાસુંન્દ્રા નામના વેપારી યુવાને આરોપી સુરેશભાઇ નાનુભાઇ મિયાત્રાને સંબંધના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયા 50 હજાર પરત માંગતા આરોપીને સારું નહીં લાગતા આરોપી સુરેશભાઇ નાનુભાઇ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનુભાઇ મિયાત્રા રહે.બન્ને રવાપર ગામ વાળાઓએ ગોલ્ડન માર્કેટ નજીક માથાના પાછળના ભાગે પ્લાસ્ટીકનું કેરેટ ઉઠાવી એક ઘા મારી ઈજા કરી તેમજ ગાળો આપી ઢીંકા પાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.