ટંકારા ને લતીપર રોડ પર ટાટા સુમો હડફેટે વૃદ્ધનું મોત.

Advertisement
Advertisement

ટંકારા ના લતીપર રોડ પર આવેલ જબલપુર ગામના પાટીયા નજીક ટાટા સુમોના ચાલકે બાઈક ચાલકને હળફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટિયા નજીક જીજે-03-જી-1828 નંબરની સરકારી ટાટા સુમોના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી ગત તા.16 માર્ચના રોજ રાત્રીના સમયે પોતાનું વાહન ડિવાઈડર કુદાવી રોન્ગ સાઈડમાં પલ્ટી ખવડાવી સામેથી આવતા બાઈક ચાલક સાલેમામદ ઓસમાણભાઇ કેર ઉ.50ને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવતા બનાવ અંગે મૃતકના પુત્ર ઇમ્તીયાજભાઇ સાલેમામદભાઇ કેર રહે. હાલે ટંકારા પોલીસ સ્ટેશન પાછળ સંધીવાસ તા.ટંકારા જી.મોરબી મુળ ગામ.મોટી સુળધ્રો તા.અબડાસા જી.ભુજ (કચ્છ) વાળાની ફરિયાદને આધારે આરોપી સરકારી ટાટા સુમોના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.