મોરબીના બ્યુટી પાર્લરમાં બનેલ ચકચારી ગેંગરેપ અને એટ્રોસિટી કેસમાં આરોપીઓ ધરમ ઉર્ફે ટીટો પ્રવીણ ચૌહાણ, અભય ઉર્ફે અભી દિનેશ જીવાણી, યશવંત ઉર્ફે યશ વિશ્વાસ દેસાઈ, રવિ દિલીપભાઈ ચૌહાણ સહિતના આરોપીઓનો સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થવા પામ્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરોપીઓ ફરિયાદીને સારી રીતે ઓળખતા હોય અને બ્યુટી પાર્લરનું કામ કરતા હોય જેથી ઓફિસે બોલાવી નશાકારક પીણું પીવડાવી બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી
જે કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ વી એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓ ત્ફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા રોકાયેલ હતા જેમાં આરોપી તરફેના વકીલે દલીલો કરી હતી કે ફરિયાદ પક્ષે ફરિયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે ફરિયાદ પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે સરકાર પક્ષ આરોપીઓ સામે કેસ સાબિત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે જ્યાં સુધી આરોપીઓ સામે સરકાર શંકારહિત કેસ સાબિત ના કરી સકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ આપેલ ચુકાદા પર આધાર રાખી આરોપીઓ તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલો રજુ કરી હતી
કોર્ટે બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દિલીપ આર અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ અગેચાણીયા, યુવા એડવોકેટ જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા અને ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા