મોરબીના ચકચારી મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓને નિર્દોષ છુટકારો કરાવતા સિનિયર એડવોકેટ દિલીપ આર. અગેચાણીયા

Advertisement
Advertisement

મોરબી એ ડીવી પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ અને આ કામના ફરીયાદીના પરીવાર વચ્ચે મોટરસાઈકલ અકસ્માત બાબતે ઝધડો થયેલ તે બાબાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી જે દુકાનમાં કામ કરે છે ત્યાં જઈ ફરીયાદીને દુકાન નીચે બોલાવીને ફરીયાદી નીચે આવતાં ત્રણેય આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી જાહેરમાં લોકોની હાજરીમાં ભુંડા ગાળો આપી ફરીયાદીને માથામાં,મોઢે તથા હાથમાં આડેધડ હથીયાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓઅ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત અને હડધુત કરેલ તે બાબતે કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદીની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪તથાઅનુસુચિતજનજાતી(અત્યાચારનિવારણ)સુધારણાઅધી.-૨૦૧૫નીકલમ-૩(૧) (એસ)(આર),૩ (૨) (૫–એ) મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.સદરહુ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ શ્રી વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા.આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા ‘સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી,

ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.