મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર મકનસર ગામ પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મકનસર ગામ પાસે રાજા ટ્રાન્સપોર્ટની સામે પુરપાટ ઝડપે આવતી GJ-33-B-1398 નંબરની કારના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા બાઈક ચાલક નીતિનભાઈ જેન્તીભાઈ સગારકાને હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.