મોરબી: ચલણી નોટના ગુનાહમાં આરોપીઓ નો નિર્દોષ છુટકારો

Advertisement
Advertisement

મો૨બી સીટી એ ડીવીઝન તા. ૦૩ ૦૪ ૨૦૧૯ ના ૨ોજ ફરીયાદ જાહે૨ ક૨ી આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીને મોરબીની સેન્ટમે૨ી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી આરોપી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં રૂા. ૨૦૦૦ – ૬૨ની નોટ નંગ ૪૦ તથા રૂા. ૧૦૦/- ૬૨ ની નોટ નંગ ૧૦૦ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે પોતાના કબજામાં રાખી તેમજ ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો ક૨ેલ જે મુજબ મો૨બી સીટી પોલીસે આરોપીને તા. ૦૩–૦૪–૨૦૧૯ ના રોજ અટક કરી અને તારીખ ૦૪-૦૪-૨૦૧૯ ના રોજ નામદાર નીચેની અદાલતમાં ૨જુ ક૨ી અને ત્યારથી આ૨ોપી જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યા૨બાદ તા. ૨૦–૦૭–૨૦૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯ ૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ ત્યા૨બાદ નામદાર સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સદ૨ કેશ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ના જજ શ્રી પી. સી. જોષી સાહેબશ્રીની કોર્ટમા ચાલી જતા આરોપી ને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયા ના તરફે એડવોકેટશ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝ એ. ૫૨મા૨ (એડવોકેટ) રોકાયેલા હતા. બચાવ પક્ષના વકીલશ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આ૨ોપી ને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ના જજ સાહેબે આ૨ોપી ને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.