હળવદ તાલુકાના ટીકર ગામ નજીક નદીમાંથી મોટા પાયે ચાલતી રેતી ખનનની પ્રવૃતિ પર પોલીસ ત્રાટકી હતી. ત્યારે ડમ્પર, હિટાચી મશીન સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન ટીકર ગામ નજીક નદી વિસ્તારમાં ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિ ઉપર દરોડો પાડી ડ્રાઈવર-રમેશભાઈ ગોરધનભાઈ ગડેશીયા રહે. વેજલપર તા.માળીયા મી.ના કબ્જામાં રહેલ ટાટા કંપનીનુ ડમ્પર રજી નં. GJ.36.V.4777 કિંમત રૂપિયા 10 લાખ, ડ્રાઈવર- સંજયભાઈ ગગુભાઇ થરેશા રહે.મિંયાણી તા.હળવદના કબ્જામાં રહેલ ટાટા કંપનીનુ ડમ્પર રજી નં. GJ.36.X.1928 કિંમત રૂપિયા 10 લાખ, ડ્રાઇવર-નવનીતરાય ક્રમેશ્વરરાય બ્રામણ,રહે. બસાપર તા.સીકન્દરપુર જી.બનીયા (ઉતરપ્રદેશ) હાલ રહે ટીકર રણ વાળના કબ્જામાંથી હ્યુન્ડાઇ કંપનીનું હીટાચી મશીન રજીસ્ટ્રેશન નં.GJ-25-B-8677 કિંમત રૂપિયા 25 લાખ, ડ્રાઇવર વિનોદકુમાર કવિન્દર યાદવ,રહે.માધવપુર હજારી તા.સાહેમકંજ જી.મુજફ્ફરપુર (બીહાર) હાલ રહે ટીકર તા.હળવદના કબ્જામાંથી જેસીબી મશીન રજીસ્ટ્રેશન નંબર:- GJ-12-CM-2716 કિંમત રૂપિયા 10 લાખ, ડ્રાઇવર-ગોપાલભાઇ ખેતાભાઇ બોહરીયા,રહે ટીકર તા.હળવદ વાળાનું એક આયસર કંપનીનું ટ્રેકટર રજીસ્ટ્રેશન નંબર:- GJ-36-F-4563 કિંમત રૂપિયા 5 લાખ, ડ્રાઇવર- નારાણભાઇ લાલજીભાઇ કલોતરા, રહે. ટીકર તા.હળવદ વાળનુ ટ્રેકટર કિ.રૂ.૫ લાખ તેમજ બે હોડકા કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 71 લાખનો મુદામાલ જપ્ત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવેલ હતી.