લાતી પ્લોટ ખાતે ઝડપાયેલ નશાકારક સીરપના કેસમાં ગોડાઉન માલિક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઝડપાયેલ નશાકારક સીરપના જથ્થાના કેસમાં પોલીસે ગોડાઉનના માલિકની રાજકોટથી ધરપકડ કરી છે. ત્યારે હાલ ગોડાઉન માલિક વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વિગતો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ હરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુક્ત કફ સીરપની બોટલો નંગ- ૧૦,૦૦૦, કી.રૂ.૨૦,૫૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. ૫,૦૦૦/-મળી કુલ કી.રૂ.૨૦,૫૯,૮૦૦/-ના મુદામાલ શોધી કાઢી ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જેમા આરોપી આશીકુ આમદભાઈ સીપાઇ રહે. વાવડીરોડ ભારતપાન વાળી શેરી, મોરબી વાળાને જે તે સમયે અટક કરવામાં આવેલ હતો. અને આરોપી ગોપાલ પરબતભઇ ભરવાડ રહે રાજકોટ નવાગામ વાળાને અટક કરવાનો બાકી હતો.આ ગુનાની તપાસ કે.એ.વાળા, પોલીસ ઇન્સ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન કરતા હોય ગુનામાં સંડોવાયેલ આરોપી ગોપાલ પરબતભઇ સીંધવ ભરવાડ રહે.નવાગામ (આણંદપર) સોસાયટી શેરી નં.-૪, તા.જી.રાજકોટ વાળાને શોધી કાઢી આજરોજ ધરપકડ કરવામા આવેલ છે. અને ગુનાના મુળ સુધી પહોંચવા આરોપીની પુછપરછ હાથ ધરી છે.