ટંકારા તાલુકાના અમરાપર ટોળ ખાતે યુવકને માર મારવાની ફરિયાદ નોંધાય

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામે યુવકને અગાઉ કરાયેલ ફરિયાદ બાબતે ખાસ રાખી બે અજાણ્યા શખ્સો એ આવી માર મારી પૈસા પરત આપી દેજે નહીં તો પતાવી દઈશું કહી ધમકી આપી હતી ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે.

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામે રહેતા મહમદ ઉસ્માનભાઇ બાદી ઉ.30નામના યુવાને અગાઉ ફરિયાદ કરી હોય ગત તા.2જી માર્ચના રોજ ટંકારા કોર્ટમાંથી મુદત પતાવી ઘેર જતા હતા ત્યારે અમરાપર રોડ ઉપર આવેલ ગેસ એજન્સી નજીક નંબર વગરની કારમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી ધોકા વડે માર મારી મુકેશભાઈ પાસેથી લીધેલા પૈસા પરત આપી દે જે નહીં તો પતાવી દેશું તેવી ધમકીઆપી હતી, વધુમાં આ કારમાં બેઠેલ શખ્સ આરોપી મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે- ટંકારા વાળો હોવાનું જણાવી મહમદ ઉસ્માનભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.