વ્યાજે લીધેલ પૈસાનો હિસાબ કરે વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજના વધુ પૈસા બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા ગયેલ અમુક ઈશમોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના અરણીટીંબા ગામે રહેતા ફરિયાદી રીટાબેન ના પતિ ગોરધનભાઇ નથુભાઇ માંડવીયાએ આ કામેના આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પાસેથી એક વર્ષ પહેલા ૨૦૦૦૦ રૂપીયા માસીક પાંચ ટકાના દરે વ્યાજે લીધેલ હોય જે એક મહીના પહેલા સાહેદ ગોરધનભાઇએ આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા ને હીસાબ કરી ૩૬૦૦૦ વ્યાજ સહીત ચૂકવી દીધેલ હોય તેમ છતા આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા એ ફરી.ના ઘરે જઇ વ્યાજના વધુ ૩૦૦૦ રૂપીયાની બળજબરથી ઉઘરાણી કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા વાળાએ સાહેદ- ગોરધનભાઇને આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા સામે કેમ બોલેલ છે. તેમ કહી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસેની કાળા કલરની ૭૧૧૧ નંબરની ફોરવ્હીલ કાર લાઇ આવી પોતાની પાસેની પોતાના પિતાએ આપેલ રીવોલ્વરથી હવામાં ફાયરીંગ કરી ફરી. તથા સાહેદોને ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી મે. કલેકટર સાહેબ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત ફરિયાદ નોંધવામાં આવે છે. ત્યારે આ કામના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.