અરણીટીંબા ગામે વ્યાજખોરીનો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક લાખનો ઉછીના લીધેલ નાણા પર આરોપીઓએ અથવા તો 29.49 લાખ રૂપિયા જેટલું વ્યાજ વસૂલ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કામના આરોપી વિરુદ્ધ અન્ય ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા મેહુલભાઇ રાયસીંગભાઇ પરમાર નામના યુવાને વ્યાજખોર ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રે.બન્ને અરણીટીંબા વાળા પાસેથી વર્ષ 2016માં 40 હજાર અને વર્ષ 2021માં 60 હજાર મળી કુલ એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બાદમાં વ્યાજખોરોએ હિસાબ કરી મેહુલભાઈ પાસે વ્યાજના અને મુડીના 29.49 લાખ ચૂકવવા માટે જણાવી મેહુલભાઈની જમીન રૂપિયા 79 લાખમાં પોતાના જ કોઈ પરિચિતને વેચાણ કરાવી નાખી વ્યાજ અને મુડલના 29.49 લાખ કાપી માત્ર રૂપિયા 34 લાખ જ આપી વ્યાજખોરી અંગે ક્યાંય વાત ન કરવા ધમકી આપતા મેહુલભાઈએ બન્ને પિતાપુત્ર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 504, 506(2), 114 તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો નોંધ્યો છે.