ટંકારામા રવિવારે ભગવાનના દુત ભકતો સાથે હોલી-રસીયા ખેલશે.

Advertisement
Advertisement

ધૂળેટી પૂર્વે રઘુવંશી યુવક મંડળે ભગવાન ને રંગે રમવા નોતર્યા

ટંકારામા રઘુવંશી યુવક મંડળ દ્વારા રવિવારે રાત્રે ભગવાન બાલકૃષ્ણ લાલજી હવેલી એ ભગવાનને પોતાના આંગણે ફાગ રસીયા રમવા આમંત્રણ પાઠવી ભક્તો સાથે હોળીના ફાગ ખેલવા નુ આમંત્રણ પાઠવી ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કર્યુ છે. ધાર્મિક લોકોને ભક્તિના રંગે રંગાવા અને હિચ કિર્તન નો ધર્મ લાભ લેવા અનુરોધ કર્યો છે.
હિંદુ શાસ્ત્રોના વર્ણન પ્રમાણે ધૂળેટી પર્વે ભગવાન ખુદ મંદિર પરિસરમા નિજ મંદિર થી બહાર આવી ભક્તો સાથે રંગે રમે છે. ધૂળેટી પર્વ પૂર્વે ભગવાન ભક્તો ની લાગણી થી હોળીના ફાગ રસીયા ખેલવા ભક્તો જો ભાવ થી પોતાના આંગણે હિચ કિર્તન ના તાલે ફાગ રસીયા રમવા આમંત્રણ પાઠવે તો બાલકૃષ્ણ લાલજી ભક્તોના આંગણે પધારતા હોવાનુ કહેવાય છે. આ પૌરાણિક પરંપરા મુજબ ટંકારા હવેલી સંપ્રદાય વર્ષોથી ફાગ રસીયા ના આમંત્રણ સ્વિકારી ભક્તો ના આમંત્રણથી ભક્તો ના ભાવ પ્રમાણે રસીયા ગુલાલ ની રંગત માણે છે. અને ભક્તો ની ભાવ, લાગણી અને ભક્તિ સહર્ષ સ્વીકારી અને ભગવાનના ભેદ ભૂલી રંગેચંગે અબીલ ગુલાલ ની છોડો ઉડાડી રંગે રમે છે. આ પરંપરા ને ઉજાગર કરવા હાલ પણ ટંકારા બાલકૃષ્ણ લાલજી હવેલી ના મુખ્યાજી ભગવાનના દુત બની હવેલીના કિર્તન મંડળ સાથે હવેલીએથી ફાગ રસીયા રમવા આયોજકો ના ભાવ સ્વિકાર કરી હોળી ની પૂર્વ સંધ્યા સુધી રસીયા રમવા જાય છે. આ ધાર્મિક ઉત્સવ પ્રસંગને અનુરૂપ ટંંકારા રઘુવંશી યુવક મંડળ દ્વારા હોળીના ફાગ રસીયા ખેલવા હવેલી ને આગોતરા આમંત્રણ પાઠવી રવિવારે લોહાણા મહાજનવાડી ખાતે તેડાવ્યા છે. ભક્ત સમુદાયનુ આમંત્રણ હવેલી સંપ્રદાય ના કિર્તન મંડળ દ્વારા સ્વિકારી ભક્તો સાથે હોળીના ફાગ રસીયા ખેલવા પધારતા હોવાથી રઘુવંશી યુવક મંડળ દ્વારા શહેરના ધાર્મિક લોકોને રવિવારે રાત્રે ૯ વાગ્યે ભક્તિના રંગે રંગાવા અને ભગવાન સાથે રંગ ઉમંગ ની છોડો ઉડાડી હોલી ફુલ ફાગ રસીયા મહોત્સવ મા ભક્તિ રસ માણવા અનુરોધ કર્યો છે. ધાર્મિક કાર્યક્રમ મુજબ ભક્તો શ્રોતા બની હવેલી ના કિર્તન હિચ હમચી નુ રસપાન કરશે. અને વિવિધ ફુલો થી રંગે રમતા રાસે રમશે.મહોત્સવના અંતે પ્રસાદ રૂપે અલ્પાહાર વ્યવસ્થાનુ આયોજન કરાયુ હોવાનુ ભાવિક યજમાન સમિતિ ના ભાવિન સેજપાલ દ્વારા એક યાદી મા જણાવાયુ હતુ.