જુના નાગડાવાસ ગામે 818 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે પોલીસે ૮૧૮ જેટલી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ હતી કે, જુના નાગડાવાસ ગામે આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરાના મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોતાના માણસો દ્વારા ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જેથી તાલુકા પોલીસે આરોપીના મકાનમાં તેમજ બાજુમાં આવેલ બંધ મકાનમાં આવેલ રસોડાનુ તાળુ તોડી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 818 બોટલ કિંમત રૂપિયા 3,07,090 ,લઈ આવતા આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.